VIDEO: વ્યારાના કપુરામાં શિક્ષક બન્યો હત્યારો
સોર્સ : gstv
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કપુરા ગામમાં જૂની અદાવતમાં પતિની હત્યા થવાનો કિસ્સો સામે આવ્યો છે. કપુરા સ્થિત શક્તિ શોપિંગ સેન્ટરમાં રહેતા હસમુખ ચૌધરી પર તેમના જ પાડોશીએ સામાન્ય બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયાર વડે માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ પહોંચતાં હસમુખ ચૌધરીનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકની પત્નીએ આપેલી ફરિયાદના આધારે વ્યારા પોલીસે ગુનો નોંધી ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હત્યા કરનાર આરોપી મહેન્દ્રભાઈ અરવિંદભાઈ ચૌધરીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

