વ્યારાના ખુશાલપુરા ગામે અસામાજિક તત્વોએ મચાવ્યો આંતક, ગ્રામજનોએ લુખ્ખાઓને ચખાડ્યો મેથીપાક

લુખ્ખા તત્વો ન માત્ર શહેરી વિસ્તારમાં પણ ગ્રામ્ય પંથકમાં જઈને પણ આતંક મચાવતા હોવાનું સામે આવ્યું છે. વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. હથિયાર લઈને ઘુસેલા લુખ્ખા તત્વો સુરતના હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું.
બાતમી આપતી હોવાના આક્ષેપ
બુટલેગરોની બબાલ હોવાનું જાણવા મળ્યું હતું. આ અસામાજિક તત્વોમાં સુરતના મનીષ મારવાડી અને સોનગઢના જયેશ રાઠોડના માણસો હોવાની વાત કહેવામાં આવી રહ્યું છે. ગ્રામજનોએ લુખ્ખા તત્વોને મેથીપાક આપ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી આપતા હોવાના આક્ષેપ સાથે લુખ્ખા તત્વો હુમલો કરવા આવ્યા હોવાની વાત સામે આવી રહી છે.
વીડિયો વાયરલ
મેથીપાક આપ્યા બાદ સુરતથી આવનાર ઈસમોનો વીડિયો વાયરલ થયો છે. વ્યારા પોલીસ મથકે આ બાબતે હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી. જો કે, સમગ્ર મામલો સામે આવતાં અસામાજિક તત્વો માત્ર શહેરી વિસ્તાર જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચી જતાં હવાનું સામે આવ્યું છે.

