Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Two laborers died due to strangulation in Walod of Tapi

VIDEO: તાપીના વાલોડમાં બે મજૂરોના તણાઈ જવાથી મોત

Timeછેલ્લું અપડેટ : 03 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લાના વાલોડ ગામના ડોડકિયા ફળિયામાં નાળામાં તણાઈ જવાથી બે મજૂરોના કરૂણ મોત નીપજ્યા છે. ખેતરમાં પાણી ભરાઈ જતાં પાળો તોડતી વખતે, પાણી માયનોર નાળામાંથી પસાર થતું ન હતું. આથી નાળામાં અટકેલા વૃક્ષોના ડાળખાં હટાવવા જતાં બંને મજૂરો તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વહીવટીતંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ ૩૫ વર્ષીય કમલેશભાઈ ખંડુભાઈ ચૌધરી અને ૩૫ વર્ષીય નિતેશભાઈ દિલીપભાઈ ચૌધરી તરીકે થઈ છે. આ દુર્ઘટનાથી ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store