Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : 'Munnabhai MBBS' caught from Tapi

VIDEO: તાપી / લક્ષ્મીખેડામાંથી 'મુન્નાભાઈ MBBS' ઝડપાયો, જિલ્લા SOG પોલીસની કાર્યવાહી

Timeછેલ્લું અપડેટ : 08 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપી જિલ્લા SOG પોલીસે નિઝર તાલુકાના લક્ષ્મીખેડા ગામમાં દરોડા પાડી એક નકલી ડૉક્ટરને ઝડપી પાડ્યો છે. મૂળ પશ્ચિમ બંગાળનો લીંટુ બેરાગી નામનો યુવક કોઈપણ ડિગ્રી કે લાયકાત વગર 'મુન્નાભાઈ MBBS' બની મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. તે બીમાર દર્દીઓને ગેરકાયદેસર રીતે એલોપેથીક દવાઓ આપી તેમના જીવ જોખમમાં મૂકતો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓ અને તબીબી સાધનો સહિત કુલ 41 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ પોલીસે આ બોગસ તબીબ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

App Store