VIDEO: તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડામાં ભારે વરસાદ
સોર્સ : gstv
તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદને લઈને ખેતરો સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, લાંબા વિરામ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા નિઝર અને કુકરમુંડા પંથકના ગ્રામીણ વિસ્તારોના ખેડૂતોમાં આ સારો વરસાદ થવાથી ખુશીની લહેર દોડી ગઈ છે અને તેમને મોટી રાહત મળી છે.

