VIDEO: સાગબારામાં જંગલ જમીન વિવાદ મુદ્દે સાંસદ મનસુખ વસાવાના આક્ષેપો પર વનમંત્રીએ આપી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું?
રાજ્યના વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયા આજે તાપી જિલ્લાની મુલાકાતે હતા. તેમના દ્વારા ઉકાઈ ડેમની મુલાકાત બાદ વ્યારા ખાતે કલાકનિકેતન સંચાલિત લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તે વેળાએ તેમણે મનસુખ વસાવા ધ્વારા સાગબારામાં જંગલ જમીન વિવાદ મુદ્દે કરાયેલ આક્ષેપ અંગે પણ નિવેદન આપ્યું હતું.
આક્ષેપ મુદ્દે આપી પ્રતિક્રિયા
મંત્રી મોઢવાડીયા ઘ્વારા સાંસદ મનસુખ વસાવા દ્વારા કરાયેલ આક્ષેપ મુદ્દે પ્રતિક્રિયા આપી હતી. જેમાં જણાવ્યું હતું કે મનસુખભાઈ તો અમારા મનસુખભાઈ છે, સિનિયર આગેવાન અને સિનિયર સાંસદ છે, અગાઉ મનસુખભાઈ અને આદિવાસી આગેવાનો સાથે સમાધાન થયું છે. લેખિતમાં ખાતરી અપાઈ છે કે જેમના દાવા સાચા છે એનું 90 દિવસમાં નિરાકરણ કરવાનું છે, મુખ્યમંત્રી એ પણ આ બાબતે અમને સૂચના આપી છે અને અધિકાર ધરાવતા લોકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

