VIDEO: નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે વિવાદ વકર્યો, આદિવાસીઓનું ઉગ્ર આંદોલનનું અલ્ટીમેટમ
સોર્સ : gstv
નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણનો મુદ્દો ફરી એકવાર વકર્યો છે. આજે પણ વનવિભાગ દ્વારા આદિવાસીઓને ખેડાણ કરતા અટકાવવામાં આવતા વાતાવરણ ગરમાયું હતું. આ દરમિયાન આદિવાસી આગેવાન લીલા વસાવા અને વનકર્મીઓ વચ્ચે તીખી બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આદિવાસી ખેડૂતો અને આગેવાનોએ સરકાર પર છેતરપિંડીનો આક્ષેપ કરતા જણાવ્યું કે, એક મહિના પહેલા હક આપવાના આશ્વાસન સાથે ધરણાના પારણા કરાવ્યા હતા, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આથી આદિવાસી ખેડૂતો અને લીલા વસાવાએ સરકારને અલ્ટીમેટમ આપતા આજથી જ ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ૭ દિવસમાં આ પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો આદિવાસી ખેડૂતો પોતાના બળદ-ગાડા સાથે ગાંધીનગર પહોંચી વિરોધ પ્રદર્શન કરશે.

