VIDEO: તાપી જિલ્લામાં રેડ એલર્ટ વચ્ચે વરસાદથી ઉચ્છલના ગવાણ ગામમાં પાણી ભરાયા
સોર્સ : gstv
હવામાન વિભાગની રેડ એલર્ટની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. ભારે વરસાદના કારણે જિલ્લાના ઉચ્છલ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, જેના પગલે નદી અને નાળાઓમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે. ઉચ્છલ તાલુકાના ગવાણ ગામેથી પસાર થતા કોતરમાં પણ ભારે પાણીની આવક થતાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કોતરના પાણી ઉછળીને ગવાણ ગામના રહેવાસી સુદામભાઈ કાઠૂડના ઘરમાં ઘૂસી ગયા હતા, જેના કારણે પરિવારને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સતત વરસી રહેલા આ મુસળધાર વરસાદને પગલે જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે.

