Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : Alert in Tapi district after bird flu confirmed in Maharashtra

VIDEO: મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થતાં તાપી જિલ્લામાં એલર્ટ, વહીવટી તંત્રએ બહાર પાડ્યું જાહેરનામું

Timeછેલ્લું અપડેટ : 12 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લુની પુષ્ટિ થતાં તાપી જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તાપીના ઉચ્છલ અને નિઝર તાલુકામાં જિલ્લા અધિક મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા મુજબ એકથી દસ કિલોમીટરના સર્વેલન્સ વિસ્તારમાં મરઘાં, ઇંડાં, મરઘાનું ખોરાક તેમજ પોલ્ટ્રી સાધન સામગ્રીની હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

App Store

પોલ્ટ્રીના કર્મીઓ માટે માસ્ક, ગ્લોવ્સ અને ગમબૂટ ફરજિયાત કરાયા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બહારથી આવતા પક્ષીઓના પાણી સંપર્ક પર પણ નિયંત્રણ લાદવામાં આવ્યું છે. આ જાહેરનામું ૧૦ જુલાઈ ૨૦૨૬ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.