Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / તાપી : 2, including a forest officer, killed in an accident in Ukai

VIDEO: ઉકાઈમાં અકસ્માતમાં ફોરેસ્ટ ઓફિસર સહીત 2નાં મોત

Timeછેલ્લું અપડેટ : 20 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

તાપીના ઉકાઈમાં અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં ઉકાઈની તાપ્તી રેન્જના ફોરેસ્ટ ઓફિસર અને લાકડા ચોરી કરી ભાગી રહેલા ઈસમ બંનેના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. ઉકાઈ તરફથી રાત્રિના સમયે ગેરકાયદેસર લાકડા ભરીને ભાગી રહેલી એક ઈનોવા કારનો RFOએ પોતાની ખાનગી કારમાં પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન સોનગઢ ચેકપોસ્ટ નજીક રોડ પર ઊભેલા એક કન્ટેનરની પાછળ લાકડા ભરેલી ઈનોવા કાર ધડાકાભેર ભટકાઈ હતી અને તેની પાછળ જ આવી રહેલી RFOની કાર પણ કન્ટેનર અને ઈનોવા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મૂળ પાટણના અને હાલ અમદાવાદ રહેતા RFO વિકાસ દેસાઈ તેમજ લાકડા ભરીને ભાગી રહેલા ઉકાઈના સ્થાનિક ચાલક બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ઉચ્છલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

App Store