Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : 6500 cusecs of water flowed upstream in Ukai dam

ઉકાઈમાં ઉપરવાસથી 6500 ક્યુસેક પાણી આવ્યું, ડેમની સપાટી વધીને 305.40 ફૂટ 

Timeછેલ્લું અપડેટ : 28 Jun 2024
લાઇવ ટીવીGoogle News
ઉકાઈમાં ઉપરવાસથી 6500 ક્યુસેક પાણી આવ્યું, ડેમની સપાટી વધીને 305.40 ફૂટ 

ઉકાઇ ડેમના કેચમેન્ટના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં સતત વરસાદ વરસતા ચોમાસાની સિઝનમાં સરેરાશ ૩.૯૬ ઇંચ વરસાદની સાથે જ હથનુર ડેમમાંથી ૨ હજાર કયુસેક પાણી છોડાતા આજે સવાર દસના ટકોરે ઉકાઇ ડેમની સપાટી ૩૦૫.૪૦ ફુટ હતી ત્યારે ૬૫૦૦ કયુસેક ઇનફલોથી નવા નીર આવતા ડેમના સતાધીશો સાવધાન સ્થિતિમાં આવી ગયા હતા.

App Store

પ્રકાશા ડેમમાંથી પાણી છોડાયું

ચોમાસાની સિઝનના ચાર મહિના જેના પર શહેરીજનોની સતત નજર મંડરાયેલી રહે છે. તે ઉકાઇ ડેમમાં આજે પાણીની આવક આવવાની શરૃઆત થઇ છે. આ ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ દુસખેડામાં ૧૪.૧૬ ઇંચ, દહીગાવમાં ૧૦.૦૫ ઇંચ, ઘુલીયામાં ૧૦ ઇંચ, બેમ્બુ્રલ માં આઠ ઇંચ, ચીખલધરામાં ૯.૫ ઇંચ સહિત ઉકાઇ થી લઇને ટેસ્કા સુધીના ૫૨ રેઇનગેજ સ્ટેશનમાં ૫૧૫૦ મિ.મિ અને સરેરાશ ૩.૯૬ ઇંચ વરસાદ ખાબકયો છે. આ વરસાદ ઝીંકાતા જ હથનુર ડેમમાં પાણી આવતા દરવાજા ખોલીને ૨ હજાર કયુસેક પાણી છોડાયુ હતુ. ત્યાંથી લઇને ઉકાઇ ડેમ પછીના પ્રથમ પ્રકાશા ડેમમાંથી ૩૫૦૦ કયુસેક પાણી છોડાયુ હતુ.

ધીમીધારે આવક ચાલું

આમ બન્ને ડેમમાંથી પાણી છોડાતા આજે સવારે દસના ટકોરે ઉકાઇ ડેમમાં નવા નીરની એન્ટ્રી થઇ હતી. દસ વાગ્યે ૬૫૦૦ કયુસેક ઇનફલો આવતા સપાટી ૩૦૫.૪૦ ફુટ નોંધાઇ હતી. ત્યારબાદ આખા દિવસ દરમ્યાન સતત ધીમીધારે પાણીની આવક ચાલુ રહેતા સાંજે સાત વાગ્યે ઉકાઇ ડેમની સપાટીમાં સામાન્ય વધારો થઇને ૩૦૫.૪૨ ફુટ થઇ હતી. અને ૮૦૦ કયુસેક ઇનફલો-આઉટફલો નોંધાયા હતા. પાણીની આવકના કારણે ઉકાઇ ડેમના સતાધીશો પણ એલર્ટ મોડમાં આવી ગયા છે.