VIDEO: સુરેન્દ્રનગર / ધોળીધજા ડેમમાં ન્હાવા પડેલા 19 વર્ષીય યુવકનું ડૂબી જવાથી કરુણ મોત
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ન્હાવા પડેલા ૧૯ વર્ષીય દશરથ ઝીડિયા નામના યુવકનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીને કારણે યુવકો જળાશયોમાં સ્નાન કરવા જાય છે, જે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. નોંધપાત્ર છે કે છેલ્લા એક જ સપ્તાહમાં જળાશયોમાં ડૂબી જવાની ઘટનામાં પાંચ યુવકોએ જીવ ગુમાવ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે

