Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Terror by anti-social elements in Mafatiapara, Surendranagar

VIDEO: સુરેન્દ્રનગરના મફતિયાપરામાં અસામાજિક તત્વોનો આતંક

Timeછેલ્લું અપડેટ : 22 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના મફતિયાપરા વિસ્તારમાં આવેલા નર્મદા સરકારી ક્વાર્ટર્સ અસામાજિક તત્વોના અડ્ડા બની ગયા હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ તત્વો ક્વાર્ટર્સની અંદર નશીલા પદાર્થોનું સેવન કરી મહેફિલો જમાવે છે, જેના કારણે આસપાસના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

App Store

એટલું જ નહીં, આ તત્વો મહિલાઓ સાથે પણ ગેરવર્તન કરતા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. સતત વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓથી ત્રસ્ત રહીશોએ સુરેન્દ્રનગર પોલીસ વડાને રજૂઆત કરી કડક પગલાં ભરવાની માંગ કરી છે. સરકારી ક્વાર્ટર્સનો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવા સ્થાનિકો તંત્રના આકરા વલણની રાહ જોઈ રહ્યા છે.