VIDEO: ધોળીધજા ડેમમાં સપાટી ઘટતા સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાવાના એંધાણ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમની સપાટીમાં અચાનક ઘટાડો નોંધાતા સમગ્ર સૌરાષ્ટ્રમાં પીવાના પાણીની ગંભીર તંગી સર્જાવાના એંધાણ છે. ઢાંકી પંપિંગ સ્ટેશનથી આવતી મુખ્ય નર્મદા કેનાલમાં રિપેરિંગ કામ શરૂ હોવાથી 30 મે સુધી કેનાલો બંધ કરવામાં આવી છે. આથી માત્ર ૩ દિવસ પહેલાં 100 ટકા ભરેલા આ ડેમમાં હવે માત્ર 55 ટાકા જ પાણી બચ્યું છે અને તળિયા દેખાવા લાગ્યા છે. આ પરિસ્થિતિને પગલે સુરેન્દ્રનગર શહેરની ત્રણ લાખની જનતાને પાણીકાપનો માર સહન કરવો પડશે. વધુમાં, ડેમમાંથી મોરબી, જામનગર, રાજકોટ અને દ્વારકા સુધી સપ્લાય થતું પીવાનું પાણી પણ હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે.

