VIDEO : Surendranagarના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઈન મુદ્દે ખેડૂતોનો વિરોધ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના કોંઢ ગામમાં પાવરગ્રીડ કંપની દ્વારા નાખવામાં આવતી વીજ લાઈન મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કંપની પૂરતું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે કામગીરી શરૂ કરતી હોવાના આક્ષેપ સાથે ખેડૂતો વિરોધ પર ઉતર્યા હતા. કોંઢ સહિત આસપાસના પાંચથી વધુ ગામોના ખેડૂતો એકઠા થઈ કામગીરી બંધ કરાવી હતી. ખેડૂતોની માંગ છે કે કોરિડોરની અંદર રહી કામગીરી કરવામાં આવે અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ઘટનાને પગલે DYSP, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, SOG સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. ખેડૂતો અને કંપનીના અધિકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા મામલો ગરમાયો છે.

