VIDEO: Surendranagar / સિસોલ કંપનીના માલિકોની દાદાગીરી; પગાર ખાતામાં જમા કરાવી પાછો લઈ લેતા હોવાનો શ્રમિકોનો આક્ષેપ
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરની સિસોલ કંપનીમાં કર્મચારીઓના શોષણને લઈ હોબાળો મચ્યો છે. 25 થી વધુ કર્મચારીઓએ માલિકો વિરુદ્ધ લેબર કોર્ટમાં ધા નાખી છે. કર્મચારીઓનો આક્ષેપ છે કે તેમની પાસે 8 ને બદલે 10 કલાક કામ કરાવાય છે. અને યોગ્ય પગાર કે સ્લીપ આપવામાં આવતી નથી. સૌથી ચોંકાવનારો આક્ષેપ એ છે કે ખાતામાં જમા થયેલો પગાર માલિકો પરત મેળવી લે છે. માલિકો દ્વારા દાદાગીરી કરવામાં આવતી હોવાથી શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

