VIDEO: ચાલુ કારમાં હથિયાર અને મૂછો મરડતો વીડિયો વાયરલ, પોલીસે તપાસ શરૂ કરી
સોર્સ : gstv
સુરેન્દ્રનગર શહેરના કેટલાક યુવકોનો હથિયાર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હોવાના અહેવાલથી ચકચાર મચી છે. વીડિયોમાં યુવકો ચાલુ કારમાં રિલ બનાવતા અને હથિયાર સાથે મૂછો મરડતા જોવા મળતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. એક તરફ જિલ્લામાં હથિયારબંધીના નિયમો અમલમાં છે, ત્યારે આ પ્રકારનો વીડિયો સામે આવતા પોલીસ કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. વાયરલ વીડિયોને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. વીડિયો ક્યાં બનાવવામાં આવ્યો હતો અને તેમાં દેખાતા યુવકો કોણ છે, તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે. જોકે, વાયરલ વીડિયોની GSTV સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.

