Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video:Thousands of ration cards closed, applicants who have been waiting for 16 months

Video: Surendranagar માં હજારો રેશનકાર્ડ બંધ હાલતમાં, 16 મહિનાથી ધક્કા ખાતા અરજદારોમાં તંત્ર સામે રોષ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હજારો ગરીબ પરિવારોના રેશનકાર્ડ બંધ હાલતમાં હોવાથી સસ્તા અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી વધી રહી છે, ત્યારે છેલ્લા 16 મહિનાથી અરજદારો તેમના બંધ પડેલા રેશનકાર્ડ ફરીથી શરૂ કરાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા છે, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી.

App Store

અરજદારોની કનડગત અને રોષ

અરજદારો સતત અરજીઓ કરી રહ્યા હોવા છતાં, તંત્ર દ્વારા બંધ પડેલા રેશનકાર્ડ શરૂ કરવાની કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રેશનકાર્ડ શરૂ ન થવાથી આ પરિવારોને સસ્તા ભાવે મળતા અનાજ, દાળ અને અન્ય ખાદ્ય ચીજોનો લાભ મળતો નથી.

અરજદાર કે.એન.રાજદેવ અને ગુણવંતભાઈ જેવા અનેક નાગરિકોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી હતી કે, તેમની વારંવારની રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.

તંત્રની ધીમી કામગીરી સામે સવાલ

જિલ્લામાં હજારો રેશનકાર્ડ બંધ હાલતમાં હોવાથી ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અરજદારોની માંગ છે કે માનવીય અભિગમ રાખીને તંત્ર તાત્કાલિક ધોરણે આ મામલે નિર્ણય લે અને બંધ પડેલા રેશનકાર્ડ શરૂ કરીને તેમને રાહત આપે.