Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Surendranagar news: Ponzi scheme scam exposed in Limbdi

Surendranagar news: લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, લોકોને લાલચ આપીને આરોપીઓએ પડાવ્યા રૂપિયા

Timeછેલ્લું અપડેટ : 10 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: લીંબડીમાં પોન્ઝી સ્કીમ કૌભાંડનો પર્દાફાશ, લોકોને લાલચ આપીને આરોપીઓએ પડાવ્યા રૂપિયા
સોર્સ : gstv

ગુજરાતમાંથી વાંરવાર પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થાય છે, આ સ્કીમમાં લોકોને લોભામણી લાલચ આપીને કેટલાક લોકો છેતરપિંડી આચરે છે. ત્યારે આ પ્રકારની વધુ એક સ્કીમ ચલાવનાર શખ્સો સુરેન્દ્રનગર જિલ્લામાંથી ઝડપાયા છે. મળતા અહેવાલ પ્રમાણે  સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં વધુ એક પોન્ઝી સ્કીમનો પર્દાફાશ થયો છે. લોભામણી સ્કીમોની જાહેરાત કરીને  ડોલર આપવાના બહાને લોકોથી રૂપિયા પડાવી લેવાનો ગુનો સામે આવ્યો છે.

App Store

આરોપીઓએ 10 લાખ રૂપિયાના ડોલરની આપી હતી લાલચ

પોલીસએ ત્રણ ઇસમોને અટકાયત કરી છે, જેમાં હરેશ રાજુ અને સુરેશ શેખલિયા મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા છે. આરોપીઓએ 10 લાખ રૂપિયાના ડોલર આપવાની લોભામણી સ્કીમ ચલાવી અનેક લોકોને છેતર્યા હતા.લોકોને લલચાવીને સ્કીમમાં રૂપિયા ભરાવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી 

મળતા અહેવાલ પ્રમાણે  ભોગ બનેલ લોકોએ લીંબડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝડપી કાર્યવાહી કરી હતી. હાલ આરોપીઓ સામે વધુ પૂછપરછ ચાલી રહી છે અને પોલીસ અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ કરી રહી છે.