Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અરવલ્લી : After BZ, another Ponzi scheme complaint in Aravalli

અરવલ્લીમાં BZ પછી વધુ એક પોન્ઝી સ્કીમમાં ફરિયાદ, દર મહિને 7% વ્યાજની લાલચે લોકો પાસેથી પૈસા પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 02 Mar 2025
લાઇવ ટીવીGoogle News
અરવલ્લીમાં BZ પછી વધુ એક પોન્ઝી સ્કીમમાં ફરિયાદ, દર મહિને 7% વ્યાજની લાલચે લોકો પાસેથી પૈસા પડાવ્યા

અરવલ્લીમાં વધુ એક પોન્ઝી સ્કીમ હેઠળ મોટું રોકાણ કરીને લોકો સાથે છેંતરપિંડી આચરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે અરવલ્લીમાં  યશ એન્ટરપ્રાઇઝ નામની શાખામાં રોકાણ પર ગ્રાહકોને દર મહિને 7% ઊંચું વ્યાજની લાલચ આપીને 6 લાખથી વધુની છેંતરપિંડી આચરી હતી.

App Store

પાંચથી વધુ ગ્રાહકો સાથે છેંતરપિંડી આચરવામાં આવી 

પ્રાથમિક માહિતી અનુસાર  મોડાસા શહેરના પાંચથી વધુ ગ્રાહકો સાથે છેંતરપિંડી આચરવામાં આવી હતી.છેતરાયેલ રોકાણકારોએ મોડાસા રુલર પોલીસમાં ફરિયાદ નોંધી હતી.

સાબરકાંઠા જિલ્લામાં BZ કૌભાંડ આચરવામાં આવ્યું હતું

સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વાવડીમાં રહેતા BZ GROUPના CEO ભુપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણની સામે ત્રણ વર્ષમાં બમણા અને સામાન્ય રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું હતું. ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની અલગ અલગ ટીમ દ્વારા સાબરકાંઠા, વડોદરા, ગાંધીનગર અને રાજસ્થાન સહિત કુલ સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા, અને છેતરપિંડી આચરનારાઓને જેલ ભેગા કર્યા હતા.