VIDEO: સુરેન્દ્રનગરના રૂપાવટીમાં દબાણ મુદ્દે તંત્ર ઉદાસીન: ગ્રામ પંચાયતના સભ્યની આત્મવિલોપનની ચીમકી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના રૂપાવટી ગ્રામ પંચાયતના સભ્ય ચાવડા વિનોદભાઈએ તંત્રની ઉદાસીનતા સામે આત્મવિલોપનની ચીમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. વિનોદભાઈ છેલ્લા એક વર્ષથી ગામમાં થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મુદ્દે સતત લેખિત અને મૌખિક રજૂઆતો કરી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે કેટલાક આવારા તત્વો દ્વારા ગામની સરકારી અને કિંમતી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરીને કબ્જો જમાવી લેવામાં આવ્યો છે.આ ગંભીર બાબતે સ્થાનિક સરપંચ, તલાટી તેમજ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ રસ લેવામાં ન આવતા અને TDO દ્વારા રજૂઆત ધ્યાને ન લેવાતા આખરે કંટાળીને ગ્રામ પંચાયતના સભ્યએ લેખિતમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે, જેને પગલે વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.

