VIDEO : સુરેન્દ્રનગર સબજેલમાં કેદીએ નશો કરવા વધુ પડતી ટીકડીઓ ગળતાં હાલત ગંભીર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરની સબજેલ ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે, જ્યાં સજા કાપી રહેલા ઇમરાન દીવાન નામના એક કેદીએ નશો કરવાના ઈરાદે માનસિક રોગની વધુ પડતી દવાઓ અને ટીકડીઓ ગળી લેતા તેની હાલત અત્યંત ગંભીર થઈ ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, જેલના કેદીઓ દ્વારા નશો કરવા માટે સિવિલ હોસ્પિટલમાંથી આપવામાં આવતી આવી દવાઓનો દુરુપયોગ કરવામાં આવતો હોવાની ચર્ચા જાગી છે. ઘટનાની ગંભીરતાને જોતા કેદીને તાત્કાલિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ જેલ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓએ જેલ પર ધામા નાખ્યા છે અને સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. સિવિલના તબીબો દ્વારા કેદીઓને આટલી મોટી માત્રામાં દવાઓ આપવા અંગે પણ હવે સવાલો ઉઠી રહ્યા છે.

