VIDEO: સુરેન્દ્રનગર: વઢવાણમાં માતાજીના મઢમાં બન્યા તાજીયા, કોમી એકતાનો સંદેશ !
સોર્સ : GSTV
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ માતાજીના મઢમાં હિન્દૂ પરિવારો દ્વારા તાજીયા બનાવવામાં આવે છે. જેની મુસ્લિમ પરિવારો અત્યંત આસ્થાભેર ઉજવણી કરીને સમગ્ર ગુજરાતમાં કોમી એકતાનું એક અનેરું ઉદાહરણ પૂરું પાડે છે. આ વર્ષે પણ આ પરંપરાગત રીતરસમો યથાવત જોવા મળી હતી. જેમાં રાત્રિના સમયે જુલફીકાર વઢવાણના શેરી મહોલ્લાઓમાં દર્શનાર્થે નીકળ્યા હતા અને આ ધાર્મિક પર્વમાં સામેલ થવા માટે આખા ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ વઢવાણ આવી પહોંચ્યા હતા. સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે આ વખતે તાજીયાની ઉજવણીમાં શસ્ત્રો પર કડક પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યંત ધાર્મિક અને પરંપરાગત માહોલમાં મહોરમ પર્વની શાંતિપૂર્ણ ઉજવણી સંપન્ન થઈ હતી.

