Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: Surendranagar district's Class 10 board result declared 88.02 percent

VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ-10 બોર્ડનું પરિણામ 88.02 ટકા જાહેર, શ્રમિકની દીકરીએ 99.81 PR સાથે જિલ્લામાં ટોપ કર્યું

Timeછેલ્લું અપડેટ : 06 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ-10 બોર્ડનું પરિણામ 88.02 ટકા  જાહેર થતા સમગ્ર જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ વર્ષે કુલ 16,283 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 16,002 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જિલ્લામાં 753 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરીને ઝળહળતી સફળતા મેળવી છે. પરિણામમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર એક શ્રમિકની દીકરી બની છે, જેણે 99.81 PR સાથે જિલ્લામાં ટોપ કર્યું છે. પિતા મજૂરી કામ કરીને ઘર ચલાવે છે, તેમ છતાં પુત્રીએ સંઘર્ષ વચ્ચે અભ્યાસ કરી આ સિદ્ધિ મેળવી છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગરની 20 થી વધુ સરકારી શાળાઓએ 100 ટકા  પરિણામ લાવીને શિક્ષણનું સ્તર સુધર્યું હોવાની સાબિતી આપી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓએ ગરબા રમી અને મીઠાઈ ખવડાવીને આ ભવ્ય વિજયની ઉજવણી કરી હતી.

App Store