VIDEO: Surendranagar / ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી; ડુંગરોમાં બ્લાસ્ટિંગ કરીને થતી ખનીજ ચોરી ઝડપાઈ, ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પંથકમાં ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કંધાસર અને સાંગાણી વચ્ચે આવેલા ડુંગરોમાં ગેરકાયદેસર રીતે તાસનું ખનન થતું હોવાના ધડાકા સાથે ચોટીલા ડેપ્યુટી કલેકટરે દરોડા પાડ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે નામચીન ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણા દ્વારા ડુંગરોમાં બ્લાસ્ટિંગ કરીને ખનીજ ચોરી કરવામાં આવતી હતી. વહીવટી તંત્રએ સ્થળ પરથી હિટાચી મશીન અને ડમ્પર સહિત કુલ રૂ. 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડાથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

