Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Traffic drive in government offices, memos issued to officers and employees who break rules

VIDEO: Surendranagar/ સરકારી કચેરીઓમાં ટ્રાફિક ડ્રાઈવ, નિયમ તોડનારા અધિકારી-કર્મચારીઓને ફટકારાયા મેમો

Timeછેલ્લું અપડેટ : 01 May 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

જિલ્લામાં ટ્રાફિક નિયમોના ચુસ્ત અમલીકરણ માટે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. કલેક્ટરના કડક આદેશ બાદ આજથી તમામ સરકારી કચેરીઓના પરિસરમાં ખાસ 'ચેકિંગ ડ્રાઈવ' શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોનો ઉલાળિયો કરી કચેરીએ આવતા મામલતદાર, ક્લાર્ક અને આઉટસોર્સિંગ કર્મચારીઓ સામે ટ્રાફિક પોલીસે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી મેમો ફટકાર્યા છે.

App Store

આ ઝુંબેશ દરમિયાન સરકારી ગાડીઓના ડ્રાઈવરો પણ સીટ બેલ્ટ વગર ઝડપાતા સરકારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. એક મહિના સુધી ચાલનારી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત કલેક્ટર કચેરી અને સેવા સદન જેવા કમ્પાઉન્ડમાં ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ કાર્યવાહી દ્વારા વહીવટી તંત્રએ "કાયદો બધા માટે સમાન છે" તેવો કડક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.