VIDEO: સુરેન્દ્રનગરઃ જામડી ગામમાં તળાવના દૂષિત પાણીથી રોગચાળો ફાટી નીકળવાનો ભય
સુરેન્દ્રનગર જિલ્લાના જામડી ગામમાં આવેલા મુખ્ય તળાવના પાણીમાં TDSનું પ્રમાણ ભયજનક રીતે વધી જતાં અને લીલનું સામ્રાજ્ય છવાઈ જતાં સમગ્ર ગામમાં ગંભીર રોગચાળો ફાટી નીકળ્યો છે. છેલ્લા ૭ વર્ષથી આ તળાવ ઓવરફ્લો ન થવાના કારણે તેનું પાણી સાવ પડતર અને દૂષિત બની ગયું છે, પરંતુ હાલ નર્મદાની કેનાલો બંધ હોવાના લીધે ગ્રામજનો પાસે અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી તેઓ પીવા તેમજ વપરાશ માટે મજબૂરીવશ આ જ ઝેરી પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. આ ગંદા પાણીના વપરાશથી ગામમાં ચામડીના તેમજ પાણીજન્ય રોગચાળાના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે અને આ પાણી પીવાના કારણે સ્થાનિક માલઢોર તથા અબોલા પશુઓ પણ મોટા પાયે બીમાર પડી રહ્યા છે, જેને પગલે રોષે ભરાયેલા ગ્રામજનોએ વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરીને તાત્કાલિક ધોરણે આ તળાવની સંપૂર્ણ સફાઈ કરાવવાની ઉગ્ર માંગ ઉઠાવી છે.

