Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : VIDEO: More than 50 thousand devotees visited the shrine of Mai on the first day of Norta at the pilgrimage site Chotila

VIDEO: યાત્રાધામ ચોટીલામાં નોરતાના પ્રથમ દિવસે 50 હજારથી વધુ માઈ ભક્તોએ કર્યા દર્શન

Timeછેલ્લું અપડેટ : 22 Sept 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા યાત્રાધામ ચોટીલામાં નવરાત્રીના પહેલા દિવસે 50 હજારથી વધુ ભાવિકોએ માતાજીના દર્શન કર્યા હતા. ભક્તોનો અવિરત પ્રવાહ પ્રથમ નોરતે શરૂ થઈ હતી. અન્ય રાજ્યોમાંથી પણ દર્શન માટે ભક્તો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટ દ્વારા રહેવા જમવા સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. 

App Store

નવરાત્રીમાં સવારે 3:30 વાગ્યે મંદિર ખોલી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી ભક્તો દર્શન કરી શકે. ભક્તોને દર્શન માટે હાલાકી ન પડે તે અંગેની તકેદારી રાખવા સ્પેશિયલ ટીમો ડુંગર ઉપર ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. આજે નોરતાના પ્રથમ દિવસે ચોટીલા મંદિરમાં યજ્ઞમાં 4 વાગ્યે બીડું હોમવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે,  મહંત પરિવાર 08 દિવસ મંદિરમાં રાત્રી દરમિયાન પણ વસવાટ કરશે ચોટીલા માતાજીના મંદિરે રાત્રિ દરમિયાન વસવાટ કોઈ નથી કરી શકતું.