Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video/ Mines and Minerals Department raids in Surendranagar,

Video/ Surendranagar માં ખાણ-ખનીજ વિભાગના દરોડા, વિસ્ફોટક પદાર્થો સહીત ₹2.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર ખાણ અને ખનીજ વિભાગ દ્વારા આજે સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ગેરકાયદેસર ધમધમતી પથ્થરની (બ્લેક ટ્રેપ) ખાણ પર મોટો દરોડો પાડવામાં આવ્યો હતો. આ ઓપરેશનમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા કરોડો રૂપિયાના વાહનો અને મશીનરી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

App Store

₹2.50 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

ખાણ-ખનીજ વિભાગની ટીમે દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતી આ ખાણ પરથી કુલ 12 વાહનો અને 2 મશીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત આશરે ₹2.50 કરોડ જેટલી આંકવામાં આવી છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં નીચેના વાહનો અને મશીનરીનો સમાવેશ થાય છે:

  • 2 હેવી મશીન
  • 9 ડમ્પર
  • 1 બોલેરો પીકઅપ

તમામ ઝડપાયેલો મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે.

એક્સપ્લોઝિવ ઝડપાયું, પોલીસ તપાસ શરૂ

આ ગેરકાયદેસર ખાણ પ્રવૃત્તિ દરમિયાન સ્થળ પરથી એક્સપ્લોઝિવ (વિસ્ફોટક પદાર્થો) પણ ઝડપાયા છે. એક્સપ્લોઝિવના ગેરકાયદેસર ઉપયોગ અને કબજા અંગે સાયલા પોલીસ સ્ટેશન દ્વારા અલગથી તપાસ હાથ ધરવામાં આવશે.

માલિક કોણ? સેટિંગની સંભાવના

હાલમાં ખાણ-ખનીજ વિભાગે આ ગેરકાયદેસર ખાણ પ્રવૃત્તિને બિનવારસી (Unclaimed) જાહેર કરી છે, એટલે કે સ્થળ પરથી કોઈ માલિક કે જવાબદાર વ્યક્તિ મળી આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ખાણ લાંબા સમયથી 'સમય' ના નામથી ચાલતી હતી.

માલિક બાબતે ખનીજ વિભાગ દ્વારા મોટું સેટિંગ થવાની સંભાવના હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ખાણ-ખનીજ અધિકારી જે.એસ. વાઢેર દ્વારા આ મામલે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી છે.

વધુમાં, ગેરકાયદેસર રીતે કેટલું ખોદકામ થયું છે, તે નક્કી કરવા માટે ખાણની ઊંડાઈ અને વિસ્તાર માપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, જેના આધારે દંડની રકમ નક્કી કરવામાં આવશે.