Surendranagar: ખનીજ ચોરી નેસ્તનાબુદ કરવા યોજાઈ બેઠક, હવે તલાટી, સરપંચ પર પણ થશે કાર્યવાહી
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા,મૂળી, થાનગઢ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખનીજ ચોરી થાય છે. ચોટીલા પ્રાંત અધિકારી હર્ષદ મકવાણા દ્વારા મોટા પાયે ખનીજ માફિયાઓ સામે ઝૂંબેશ ચાલે છે. તંત્ર સામે ખનીજ માફિયાઓનું પણ નેટવર્ક ચાલે છે. 47 જેટલા ખનીજ પ્રભાવિત ગામો છે. ખનીજ ચોરી નાના મોટા પ્રમાણમાં હજું પણ ચાલે છે. જે સદંતર નેસ્તનાબુદ કરવા માટે પ્રયાસ કરાયો છે.
ચોટીલા, થાન, મૂળી વિસ્તારનાં ખનીજ પ્રભાવિત ગામોના સરપંચ અને તલાટી મંત્રીઓ સાથે ચોટીલા નાયબ કલેકટરે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્થાનિક કક્ષાએ ખનીજ ચોરી માટે તલાટી સરપંચની પણ નિયમ પ્રમાણે જવાબદારી હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક જવાબદારીમાં પંચાયત અધિનિયમ મુજબ સરપંચો સામે કાર્યવાહી તેમજ સરકારી કર્મચારી સામે નિયમ મુજબ પગલા ભરવાની તાકીદ કરવામાં આવેલ છે.


