Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Demand that Cooperative Bank provide Rs 1000 crore loan to farmers at 0% interest

Surat સહકારી બેંક ખેડૂતોને 1000 કરોડની રકમનું ધિરાણ 0% વ્યાજે આપે તેવી માંગ

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું હતુ, ત્યારે ખેડૂતોએ સરકાર પાસે દેવુ માફ કરવા અંગે માંગ કરી છે. દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંક માવઠાથી પરેશાન ખેડૂતોના વ્હારે આવી છે. 1300 કરોડની રકમની ધિરાણ 0% વ્યાજે આપવાની જાહેરાત જયેશ રાદડિયાએ કરી છે. તો બીજી તરફ સુરતમાં પણ સહકારી બેંક ખેડૂતોના વ્હારે આવે તેવી ખેડૂત આગેવાનોએ માંગ કરી છે. 

App Store

ખેડૂત આગેવાન જયેશ દેલાડે માંગ કરી છે કે, સુરત અને તાપી જિલ્લામાં પણ ખેડૂતો ને 1000 કરોડની રકમ નું ધિરાણ 0% વ્યાજે ખેડૂતો ને આપવામાં આવે. ખેડૂત આગેવાન જયેશ દેલાડે જગાવ્યું કે માવઠાને કારણે ખેડૂતોના પાક નાશ પામ્યા છે. ખેડૂતોની સ્થિતિ સારી નથી. રાજકોટ સહકારી બેંકનીની જેમ સુરત ડિસ્ટ્રિક્ટ બેંકના સત્તાધીશો પણ નિર્ણય કરે. 

ગયા વર્ષે વરસાદથી થયેલ નુકશાન માટે સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કે એક એકરે 10 હજાર ની લોન અને વધુમાં વધુ 50 એકરે 50 હજારની લોન 0% વ્યાજે આપી હતી