Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / જામનગર : Jamnagar scandal: 53 patients needed at JCC Heart Institute

જામનગરમાં ખ્યાતિકાંડ: JCC હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં 53 દર્દીઓની જરૂરિયાત વગર જ કાર્ડિયાર્ક પ્રોસીજર કરી

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
જામનગરમાં ખ્યાતિકાંડ: JCC હાર્ટ ઈન્સ્ટીટ્યુટમાં 53 દર્દીઓની જરૂરિયાત વગર જ કાર્ડિયાર્ક પ્રોસીજર કરી
સોર્સ : gstv

 આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે.

App Store

 53 કેસમાં વિસંગતા જોવા મળી

આ હોસ્પિટલને કુલ 105 કાર્ડિયાક પ્રોસીઝરમાં ગેરરીતિ બદલ 6 લાખ રૂપિયાથી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા 262 કેસની વધુ તપાસ કરાવતા 53 કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

બિનજરૂરી ઓપરેશન

રાજ્યકક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ 262 કેસની તપાસ કરાવતા તેમાંથી 53 કેસમાં વિસંગતા જોવા મળી હતી, જેમાં જરૂર ન હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

ડૉ. પાર્શ્વ વ્હોરા સસ્પેન્ડ

આ ગેરરીતિમાં સામેલ હોવાના કારણે ડૉક્ટર સામે પણ કડક પગલાં લેવાયા છે. આરોગ્ય મંત્રી પાનશેરિયાએ જણાવ્યું હતું કે, 'JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો. પાર્શ્વ વ્હોરા (G-28538) દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.'

માનવતા વિરોધી બેદરકારી સહન નહીં: આરોગ્ય મંત્રી

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ સ્પષ્ટતા કરી હતી કે, 'રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પી.એમ.જે.એ.વાય.-મા યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, તેથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.'