VIDEO: સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં થયેલા ભારે વધારા અને અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરના ભાવમાં થયેલા ભારે વધારા અને અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કપાસના વાવેતરની સિઝન શરૂ થઈ હોવા છતાં ખેડૂતોને પાયાનું NPK ખાતર મળતું નથી. ખેડૂતોનો આક્ષેપ છે કે અગાઉ 1350 રૂપિયામાં મળતું ખાતર હવે 2250 રૂપિયા ચૂકવ્યા છતાં ઉપલબ્ધ નથી. ખાતરની અછતના કારણે અનેક ગામોમાં વાવેતર કામગીરી પણ અટકી ગઈ છે. ખેડૂતો સરકાર સામે તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી રહ્યા છે. મિડલ ઈસ્ટ દેશોમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ બાદ ખાતરના આયાત પુરવઠા પર અસર થતાં સમગ્ર વિસ્તારમાં ખાતરની તંગી સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

