VIDEO: સુરેન્દ્રનગર સિટી સરવે ભવનમાં જમીન રી-સરવેની અરજી નિકાલ માટે 4 લાખની લાંચ મંગાતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ
VIDEO: સુરેન્દ્રનગર શહેરમાં આવેલી સિટી સરવે ભવન કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચી જમીન રી-સરવે અરજી નિકાલ માટે 4 લાખની લાંચ મંગાતી હોવાનો આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો હતો. સિટી સરવે ભવન કચેરીમાં કોઈ સરકારી અધિકારીઓ હાજર ન મળતા ખેડૂતોએ નીચે બેસીને રામધૂન બોલાવી હતી.
સુરેન્દ્રનગરના સિટી સરવે ભવન કચેરીમાં લાંચ લેવાતી હોવાનો આરોપને લઈ ખેડૂતોએ હલ્લાબોલ કર્યો હતો. ખેડૂતોએ વર્ષ-2017થી સેટેલાઈટ દ્વારા કરાતી માપણીથી પરેશાન છે. આટલું ઓછું હોય તેમ ખેડૂતોને પોતાની જમીન રી-સરવેની અરજી નિકાલ માટે 4 લાખની લાંચ માંગવામાં આવતી હોવાનો આક્ષેપ મૂકી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈ અધિકારીઓ ન મળતા રામધૂન બોલાવી વિરોધ દર્શાવ્યો હતો. નવી જમીન માપણીમાં જ્યાં ખેતરો છે ત્યાં ખરાબ આવો દેખાડવામાં આવ્યા અને ત્યાં ખરાબ છે ત્યાં ગૌચર જમીન દેખાડવામાં આવતી હોવાનો ખેડૂતોએ જણાવ્યું હતું. જમીન માપણીની તંત્રની ભૂલો રી-સરવે નહીં કરવામાં આવે તો ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

