Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Video: Corruption in municipal work, road built 8 months ago collapses

Video: Surendranagar માં મનપાના કામમાં ભ્રષ્ટાચાર, 8 મહિના પહેલા બનેલો રોડ બેસી ગયો

Timeછેલ્લું અપડેટ : 05 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા વિકાસના કામોમાં ફરી એકવાર ભ્રષ્ટાચારનું ભૂત ધૂણ્યું છે. શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં માત્ર 8 મહિના પહેલાં જ કરોડોના ખર્ચે બનેલો એક નવો રોડ આખો જમીનમાં બેસી ગયો હોવાની ગંભીર ઘટના સામે આવી છે.

App Store

પ્રાથમિક માહિતી મુજબ, શહેરના રોડ-રસ્તાના કામો પાછળ અંદાજિત ₹ 3 કરોડના ખર્ચે કરવામાં આવી હતી. સ્થાનિકોનો સીધો આરોપ છે કે, આટલા મોટા ખર્ચે બનેલા રોડની આ સ્થિતિ પાછળ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સ્પષ્ટ દેખાઈ રહી છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, 20 વર્ષ પછી આ વિસ્તારમાં નવો રોડ બન્યો હતો, પરંતુ તે માત્ર આઠ મહિનામાં જ 7 ફૂટ જેટલો ઊંડો જમીનમાં બેસી ગયો છે. આ ઘટનાએ પ્રજાના ટેક્સના રૂપિયાથી થતા વિકાસના કામોની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.