VIDEO:સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોંચતા જનજીવન સહિત વન્યજીવોને પણ થઈ અસર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43.5 ડિગ્રીએ પહોંચતા જનજીવન સહિત વન્યજીવો પણ પ્રભાવિત થયા છે. આ આકરી ગરમીમાં કચ્છના નાના રણના રક્ષિત પ્રાણી 'ઘુડખર'ના અસ્તિત્વને ટકાવી રાખવા વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.કચ્છના નાના રણમાં વસતા 5 હજારથી વધુ ઘુડખરો અને અન્ય વન્ય પ્રાણીઓ માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ધાંગધ્રા, બજાણા અને હળવદ રેન્જમાં કુલ 70 જેટલા કૃત્રિમ અવાડા બનાવવામાં આવ્યા છે.

