VIDEO: Surendranagar / ખનીજ માફિયાઓ પર તંત્રની લાલ આંખ; ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે દરોડા પાડી ₹40 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્રએ લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે સારસાણા નવાગામ પાસે ખનીજ વહન કરતા વાહનો પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ (પથ્થર) ભરીને જઈ રહેલા ડમ્પરો ઝડપાતા મોટી ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા ડમ્પર અને ખનીજ સહિત કુલ 40 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખનીજ ચોરી અને તેના ગેરકાયદે વહન પર વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીને પગલે પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તમામ જપ્ત કરાયેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

