VIDEO: સુરેન્દ્રનગર-મુળી હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના, કારે બાઇક સવારને મારી ટક્કર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર-મુળી હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કુકડા ગામ નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં મુળી તરફ જઈ રહેલા ૫૨ વર્ષીય નટવર સાકરીયાનું મોત નીપજ્યું છે.અકસ્માત બાદ ઈજાગ્રસ્ત નટવરભાઈને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ દુર્ઘટનાને પગલે પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને શોકનો માહોલ છવાઈ ગયો છે.

