Video: Surendranagarનું એક ગામ એવું કે જ્યાં લોકોએ આઝાદીના 77 વર્ષ પછી પણ નથી જોઈ સડકો, શાળા કે આરોગ્યકેન્દ્ર
સોર્સ : gstv
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના અંતરિયાળ ગામ પાંજવાળામાં આઝાદીના 77 વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ગામના 50થી વધુ પરિવારોને ચાલવા માટે કોઈ રસ્તો નથી. સીમ શાળા ન હોવાના કારણે 100 થી વધુ બાળકો આજે પણ અભણ છે. આરોગ્ય કેન્દ્ર ન હોવાથી ગર્ભવતી મહિલાઓના ડિલિવરી દરમિયાન મોત થઈ રહ્યા છે. આંગણવાડી વીજળી પીવાના પાણી પણ કોઈ સુવિધાઓ ઉપલબ્ધ નથી. નેતાઓ મત માંગવા આવે જીતે પછી કોઈ સામે પણ જોતું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે.
ગામમાં સિમ વિસ્તારમાં વસવાટ કરતા પરિવારજનો 2017 થી નેતાઓ કલેક્ટર અને તંત્રને પ્રાથમિક સુવિધાઓ મુદ્દે રજુઆત કરી રહ્યાં છે. પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ રજુઆત ધ્યાને લેવામાં આવી નથી. વિકાસ માત્ર કાગળ પર થઇ રહ્યો છે. વાસ્તવમમાં જમીન આસમાનનો ફરક છે.
.

