Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : 6 rounds of firing in Garbi creates panic, creates fear among the townspeople

Surendranagar news: ગરબીમાં 6 રાઉન્ડ ફાયરિંગ થતા મચી દોડધામ, નગરજનોમાં ભયનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 23 Sept 2025
લાઇવ ટીવીGoogle News
Surendranagar news: ગરબીમાં 6 રાઉન્ડ ફાયરિંગ થતા મચી દોડધામ, નગરજનોમાં ભયનો માહોલ
સોર્સ : GSTV

સુરેન્દ્રનગરના થાનમાં ગરબીના કાર્યક્રમ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે. જૂનું મનદુઃખ રાખી 2 ઈસમોએ 6 રાઉન્ડ ફાયરિંગ કરતા કાર્યક્રમમાં દોડધામ મચી હતી. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી તપાસ આદરી છે. 

App Store

સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે. થાનમાં નવરાત્રીની પ્રથમ રાત્રીએ જ ગરબીના કાર્યક્રમમાં બાબુ પરમાર અને શિવા પરમારે 6 રાઉન્ડ ફાયરિંગ કરતા કાર્યક્રમમાં નાસભાગ મચી હતી. સદનસીબે મિસ ફાયર થતા મોટી દુર્ઘટના ટળી હતી. પ્રથમ નોરતામાં જ ફાયરિંગની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘટના બાદ તંત્રે તુરંત ગરબી બંધ કરાવી હતી. આ અંગે થાન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.