VIDEO: વઢવાણ: ૮ ઇંચ વરસાદથી ભારે તારાજી, ખેડૂતોની સહાયની પોકાર
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા ગામે એકસાથે ૮ ઇંચ વરસાદ પડતાં ભારે હોનારત સર્જાઈ છે. વરસાદી પાણીથી ૫થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે ૨૦૦ એકરમાં કપાસ અને તલનો પાક બળી જતાં ખેડૂતોને પ્રતિ એકર ૪૦ થી ૫૦ હજારનું નુકસાન થયું છે. તળાવનો નવો પાળો ૨ ફૂટ ઊંચો હોવાથી ખેતરોમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી. આ અંગે ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી પાળો નીચો ઉતારવા તથા તાત્કાલિક સર્વે કરાવી વળતર આપવાની માંગ કરી છે.

