વઢવાણ:150 વર્ષથી રાજપૂત પરિવાર બનાવે છે તાજીયા, કોમી એકતાનું અનોખું ઉદાહરણ

સુરેન્દ્રનગરના વઢવાણમાં કોમી એકતાનું અનેરૂ ઉદાહરણ સામે આવ્યું છે. આજે મોહર્રમ છે, મુસ્લિમ સમુદાય દ્વારા માતમ મનાવાશે. મોહર્રમ નિમિત્તે તાજિયાના જૂલુસ નીકળશે.
વઢવાણ શહેરમાં હિન્દુ પરિવાર મુસ્લિમ સમુદાય માટે તાજીયા બનાવે છે
ગુજરાતના એક માત્ર વઢવાણ શહેરમાં હિન્દુ પરિવાર મુસ્લિમ સમુદાય માટે તાજીયા બનાવે છે અને મુસ્લિમ સમાજ મોહર્રમની ઉજવણી કરે છે. આ પરંપરા છેલ્લા 150 વર્ષથી ચાલી આવી છે.જ્યાં રાજપુત પરિવાર તાજીયા અને ઝુલ્ફીકાર બનાવે છે અને તેમના ઘરેથી જ 150 વર્ષથી તાજીયા સાથેના ઝુલ્ફીકાર નીકળે છે.

જેમાં હિન્દુ પરિવાર પરંપરાગત તાજીયા સાથેના ઝુલ્ફીકારને નિવેધ ધરાવી અને હિન્દુ મુસ્લિમ ભેગા મળી મહોરમના પર્વની ઉજવણી કરે છે.

