Surendranagar: ગૌચર જમીન બચાવવા માટે માલધારીઓનો વિરોધ, માલઢોરને ગ્રામ પંચાયતની કચેરીમાં પૂરી દીધા
સોર્સ : GSTV
સુરેન્દ્રનગર જિલ્લાના ખોડું ગામમાં 500 વીઘા ગૌચર જમીન પર ગેરકાયદે ખોદકામ અને ખનન થતાં માલધારીઓએ તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ગૌચર જમીન બચાવવા માટે માલધારીઓએ અનોખી રીતે વિરોધ કરતાં પોતાના માલઢોરને ગ્રામ પંચાયતની કચેરીમાં પૂરી દીધા હતા, જેના પગલે જિલ્લાના અધિકારીઓ સફાળા જાગ્યા અને કાર્યવાહી માટે ગામમાં ધામા નાખ્યા હતા.
ખોડું ગામની 500 વીઘા ગૌચર જમીન પર ગેરકાયદેસર રીતે ખોદકામ કરીને ખાણો બનાવી દેવામાં આવી છે. આ ગેરકાયદે પ્રવૃત્તિના કારણે માત્ર ખોડું ગામ જ નહીં, પરંતુ આસપાસના 5 ગામોના માલઢોર માટે ઘાસચારાનો ગંભીર પ્રશ્ન સર્જાયો છે. ગૌચર જમીન પર ખોદકામ કરી ગેરકાયદેસર ખાણો બનાવી નાખવામાં આવી છે, જેથી ગૌચર જમીનો બચાવા માલધારીઓ મેદાને આવ્યા છે.

