Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Fraud exposed in the name of providing houses in AMC housing scheme

Surendranagar: AMCની આવાસ યોજનામાં મકાન આપવાના નામે છેતરપિંડીનો પર્દાફાશ

Timeછેલ્લું અપડેટ : 20 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની આવાસ યોજના હેઠળ ખોટા આવાસના વચનો અને AMC માં નોકરીની ખોટી ઓફર સંબંધિત એક મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેનાથી શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર શહેર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને AMC અધિકારીઓની સંડોવણી અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી છે.

App Store

AMC માં નોકરી માટે ખોટા કોલ લેટર બનાવનારા ગેંગના મુખ્ય સૂત્રધાર વિજય વાઘેલાની પૂછપરછ બાદ આ કૌભાંડ બહાર આવ્યું છે. વાઘેલાની પૂછપરછથી અનેક મહત્વપૂર્ણ ખુલાસા થયા છે, જેનાથી છેતરપિંડીનું મોટું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. તપાસમાં  AMCમાં આવાસ યોજના સ્કીમમાં બનાવામાં આવેલ મકાનો અપાવી દેવાના નામે લોકો પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે 35થી વધુ લોકોને મકાન આપવાની લાલચે ફસાવી લીધા હોવાની શંકા છે. આ મામલે સુરેન્દ્રનગર સીટી પોલીસે તપાસ હાથ ધરી છે. 

નોંધનીય છે કે, અમદાવાદ કોર્પોરેશનમાં નોકરી અપાવવા માટે ખોટા રબ્બર સ્ટેમ્પ બનાવીને ખોટા ઓર્ડર કાઢવામાં આવ્યા હોવાનો ધડાકો થયો હતો. 100થી લોકોને નોકરી અપાવવાની લાલચ આપી ફસાવ્યા હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે.AMCમાં નોકરી આપવાના બહાને 1 કરોડથી પણ વધુની રકમ ખંખેરી લીઘી હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.