Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad MP Dinesh Makwana was upset after seeing the apathy of corporators

VIDEO: AMCની ચૂંટણી પહેલા કોર્પોરેટરોમાં નિરસતા, અમદાવાદના સાંસદે લીધો ઉધડો

Timeછેલ્લું અપડેટ : 14 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોર્પોરેટરોમાં નિરસતા જોવા મળી છે. બેઠકમાં કોર્પોરેટરો હાજર ના રહેતા અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા બગડ્યા હતા. સાંસદે કહ્યું કે મનપાની ચૂંટણી નજીક આવે છે ત્યારે કોર્પોરેટરો બેઠકમાં હાજર ના રહે તે યોગ્ય નથી.મહત્ત્વપૂર્ણ છે કે,ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભને લઇને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

અમદાવાદના સાંસદે કોર્પોરેટરોનો લીધો ઉધડો

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો 17 તારીખે અમદાવાદમાં અભિવાદન સમારોહ યોજાવાનો છે તેને લઇને અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદ દિનેશ મકવાણાએ કોર્પોરેટરોનો ઉધડો લીધો હતો.

સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું કે,'ક્યાકને ક્યાક 4-5 મહિનાના અનુભવના આધારે, મને અને ભૂષણ ભાઇને અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહે ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું કે મોરચા માટે શું કરશું? મોરચાની જવાબદારી વિશેષ છે. 17 તારીખે જગદીશભાઇનો શો કરવાનો છે અને 2000 નહીં પણ 4 હજાર સંખ્યા તમે લાવો તો આ મોરચાની સાચી મહેનત કરી કહેવાય.

મહાનગરપાલિકાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી

અમદાવાદના સાંસદે કહ્યું કે, ત્રણ મહિના બાકી છે પ્રેરક શાહ અધ્યક્ષ બન્યા પછી ખાનગી રિપોર્ટ રાખે છે. દિનેશભાઇ પૂછો કે કેટલા કોર્પોરેટરો હાજર છે. આપણી કમનસીબી કહેવાય છે 20માંથી 10 કોર્પોરેટર હાજર છે. મારે ધમકીની ભાષા ના વાપરવી પડે અને ચૂંટણીને ત્રણ મહિના બાકી હોય અને અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારંભ માટે ગંભીરતા ના હોય તો આપણે શું સમજવું?