VIDEO: પાટડીના વણીન્દ્રધામ પાસેની સોસાયટીમાં તસ્કરોના તરખાટ..હોમગાર્ડ પોઈન્ટ ફાળવવાની માંગ
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના પાટડીના વણીન્દ્રધામ પાસેની સોસાયટીમાં તસ્કરોના તરખાટને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો અને પોલીસ સ્ટેશન પહોંચીને હોમગાર્ડ પોઈન્ટ ફાળવવાની માંગ કરી છે... નીલકંઠ ધામ સોસાયટીમાં ચડ્ડી બનીયાનધારી તસ્કરોએ થોડા દિવસોમાં પંદર ગેસ સિલિન્ડર, બે બાઈક અને અનેક દુકાનોના તાળા તૂટવાના બનાવો બન્યા છે. તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ સોસાયટીમાં પ્રાંત અધિકારી અને નિવૃત્ત ચીફ ઓફિસર સહિતના દિગ્ગજ નેતાઓ વસવાટ કરે છે, છતાં તસ્કરો બેફામ બન્યા છે. આથી રોષે ભરાયેલા સોસાયટીના રહીશો પાટડી પોલીસ મથકે રજૂઆત માટે પહોંચ્યા હતા અને વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા તથા હોમગાર્ડ પોઈન્ટ ફાળવવાની ઉગ્ર માંગ કરી હતી.

