VIDEO: સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાત અધિકારીની બદલી રોકવા જન આંદોલનની ચીમકી
સોર્સ : gstv
સુરેન્દ્રનગરના ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની અચાનક બદલી થતાં આશ્ચર્ય ફેલાયું છે અને સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ અધિકારીએ વિસ્તારમાં ખનીજ માફિયાઓનું રેકેટ તોડી પાડવાની સાથે કરોડોની સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો હટાવ્યા હતા. બદલી અટકાવવાની માંગ સાથે ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં પ્રાંત કચેરીમાં ઉમટી પડ્યા હતા. લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે આ બદલીથી ફરી માફિયાઓ સક્રિય થશે. જો સરકાર બદલી નહીં અટકાવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

