Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Manhunt for absconding ASI Sanjay Singh Rathore intensified in Surendranagar's Ratanpar over Rs 100 crore illegal bin trading case

VIDEO: સુરેન્દ્રનગરના રતનપરમાં 100 કરોડથી વધુના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કેસમાં ફરાર એએસઆઈ સંજયસિંહ રાઠોડની શોધખોળ તેજ

Timeછેલ્લું અપડેટ : 07 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં ઝડપાયેલા 100 કરોડ રૂપિયાથી વધુના મોટા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ કૌભાંડમાં દરોડાના 72 કલાક વીતી જવા છતાં સંડોવાયેલા એએસઆઈ (ASI) પોલીસ કર્મી સંજયસિંહ રાઠોડ હજુ સુધી ફરાર છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેન્જ અને જેતપુર પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી છે, જ્યારે એએસપી (ASP) શીમરન ભારદ્વાજે સુરેન્દ્રનગરમાં ધામા નાખીને આજથી ખુદ તપાસની કમાન સંભાળી લીધી છે. જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતેથી રેડ દરમિયાન જપ્ત કરાયેલા 10 લેપટોપ અને મોબાઈલ ફોનની ચકાસણી કરતા તેમાં સૌથી વધુ શંકાસ્પદ ડેટા હોવાનું ખુલ્યું છે, અને જ્યાં સુધી સંજયસિંહ રાઠોડ પકડાય નહીં ત્યાં સુધી આગળની તપાસમાં વિઘ્ન ઊભું થઈ રહ્યું છે. આ સમગ્ર તપાસ દરમિયાન રાજ્યવ્યાપી ડબ્બા ટ્રેડિંગનું મોટું નેટવર્ક ચાલતું હોવાનું પણ સામે આવ્યું છે.

App Store