Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : The situation in Surendranagar Civil Hospital is pathetic due to shortage of doctors

VIDEO: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની અછતથી પરિસ્થિતિ દયનીય

Timeછેલ્લું અપડેટ : 29 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગરની મુખ્ય સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગંભીર અછતને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યભરમાં 1500થી વધુ ડોક્ટરોની ફાળવણી કરવામાં આવી હોવા છતાં સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને એક પણ નવા ડોક્ટરની ફાળવણી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલમાં મેડિકલ ઓફિસરની 14 મંજૂર જગ્યાઓ સામે માત્ર ત્રણ ડોક્ટરો ઉપલબ્ધ હતા, જેમાંથી બે મેડિકલ રજા પર હોવાથી હાલ માત્ર એક જ ડોક્ટર કામગીરી સંભાળી રહ્યા હોવાનું સામે આવ્યું છે. દરરોજ 600થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવતા હોવાથી કલાકો સુધી રાહ જોવી પડે છે. હોસ્પિટલમાં તાત્કાલિક પૂરતા મેડિકલ ઓફિસરોની નિમણૂક કરવાની માંગ ઉઠી રહી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News