Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : Terror of usurers, fatal attack on a youth in Firdosh Society

Surendranagar: વ્યાજખોરોનો આતંક, ફિરદોષ સોસાયટીમાં યુવક પર કર્યો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 26 Jul 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરો આતંક મચાવી રહ્યાં છે. ફિરદોષ સોસાયટીમાં એક યુવક પર થયેલા જીવલેણ હુમલામાં જોવા મળ્યો. પઠાણી ઉઘરાણીના નામે વ્યાજખોરો સહિત પાંચ શખસોએ તીક્ષ્ણ હથિયારો વડે યુવક પર હુમલો કર્યો, જેમાં તેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી. ઘાયલ યુવકને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

App Store

મળતી માહિતી મુજબ, યુવકે 20%ના ઊંચા વ્યાજે 10000ની રકમ લીધી હતી. જેમાંથી 20000 પરત ચૂકવી દીધી હોવા છતાં, વ્યાજખોરોએ વધુ ઉઘરાણી માટે દબાણ કર્યું અને આ હુમલો આચર્યો. આ ઘટનાથી સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ભોગ બનનાર યુવકના ભાઈ કરણ વણઝારાએ જણાવ્યું, “અમે રૂપિયા ચૂકવી દીધા હતા, છતાં વ્યાજખોરોએ મારા ભાઈ પર હુમલો કર્યો. આવા લોકો સામે સખત કાર્યવાહી થવી જોઈએ.” યુવકના કાકા મોહન વણઝારાએ પણ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું, “વ્યાજખોરોનો આતંક બંધ થવો જોઈએ, પોલીસે આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે.”